Sunday, June 23, 2024

ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા કરવામાં આવેલ નિશુલ્ક ચોપડા વિતરણ 2024 નો અહેવાલ

 


અહેવાલ જોવા અહી ક્લિક કરો !

પ્રેસ નોટ

ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા વિનામૂલ્યે ૨૦૦ જેટલા વિધ્યાથીઓ ને ફૂલ સ્કેપ ચોપડા વિતરણ !!

                ભારતીય શૈક્ષણિક પ્રણાલી મુજબ મોટાભાગે જૂન મહિના ની શરૂઆતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થતી હોય ત્યારે અત્યારના સમય ની અસહ્ય મોઘવારીના કારણે વાલીઓ પોતાના બાળકો માટે શૈક્ષણિક વસ્તુઓ લેવા માટે ખૂબ જ ચિંતિત હોય છે તેવા સમયમાં અનુસુચિત સમાજ ના યુવાનો દ્વારા સંચાલિત ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા અનુસુચિત જાતિ ના બાળકો માટે વિનામુલ્યે ચોપડા વિતરણ ની સેવાકીય પ્રવુત્તિ છેલ્લા કેટલાય વર્ષથી અવિરત શરૂ છે.

 

        ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા અનુસુચિત જાતિ સમાજ ના ધોરણ ૧ થી ધોરણ ૧૨ માં અભ્યાસ અર્થે જનારા તમામ  ૨૦૦ થી વધુ વિધ્યાર્થીઓ માટે વાર્ષિક જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે ફૂલ સ્કેપ ના ચોપડા તેમજ અન્ય શૈક્ષણિક કીટ તૈયાર કરીને તમામ બાળકોને ઉત્સાહિત યુવાનો દ્વારા ઘરે ઘરે પોહચાડવામાં આવ્યા હતા.

 

                મુનાઈ ગામના અનુસુચિત સમાજમાથી નોકરી કરતાં કર્મચારિયો તથા સમાજના શિક્ષિત અને જાગૃત યુવાનો ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા વિધ્યાર્થીઓ માટે છેલ્લા ૬ વર્ષથી બાળકો માટે ચોપડા વિતરણ ની સેવાકીય પ્રવૃત્તિઑ નિસ્વાર્થ ભાવે કરવામાં આવી રહી છે.

 

         ચોપડા વિતરણ સમિતિ નો મુખ્ય હેતુ બાળકો બાળપણ માં પ્રાથમિક અભ્યાસ થી જ લાઈટ ઓફ એશિયા તરીકે જગવિખ્યાત તથાગત ગૌતમ બુદ્ધ, ભારતીય બંધારણ ના એકમાત્ર ઘડવૈયા તેમજ આધુનિક ભારતના પિતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર,વીર મેઘમાયા,સંત શિરોમણી રોહિતદાસ,મહાત્મા જ્યોતિબા ફુલે, તેમજ અન્ય બહુજન મહાપુરુષો વિશે માહિતગાર કરવાનો છે. સંગઠન દ્વારા આવનારા વર્ષોમાં  શૈક્ષણિક બાબતોમાં બીજી પ્રવૃત્તિઑ ને વેગ આપવાનું સંભવિત આયોજન વિચારાધીન  છે. 





Share