Saturday, April 29, 2023

લાગણી એ પાનખર સાહી ને !

 

લાગણી એ પાનખર  સાહી ને !

 

લાગણી નું નામ આવ્યું ને શ્વાસ સુનો થઈ ગયો

શબ્દ જેવો શબ્દ અચરજ ભર્યો મૂંગો થઈ ગયો

 

લાગણીને શાને આવો લૂણો લાગતો થઈ ગયો

જુઓને સાહી ને મળતો પ્રેમ અંદરથી નિષ્ઠુર થઈ ગયો

 

જાણે લાગણીનો સમુદ્ર સાવ જ સૂકો થઈ ગયો

મઘમઘતો બાગ કેવો અચાનક સૂકો થઈ ગયો

 

લાગણી ના નજરઅંદાજ સામે પ્રેમ વિખેરતો થઈ ગયો

એ એકબીજાથી આમ કાયમ વિખૂટા કરતો થઈ ગયો

 

લાગણીઓ તો હવે દૂધ નો ઊભરો જ થઈ ગયો

લાગણીએ પાનખર ને સાહી ભૂલો પડી ગયો  !!!

 

 






 

 


Sunday, April 16, 2023

STD 5

ધોરણ 5 ના તમામ વિષયોનાં એકમ મુજબ વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો PDF :    DOWNLOAD 

પ્રથમ સત્ર : -
ગુજરાતી      :   CLICK HERE   
ગણિત          :  CLICK HERE
આસપાસ     :  CLICK HERE
હિન્દી            : CLICK HERE
અંગ્રેજી         : CLICK HERE
દ્રિતિય સત્ર : -
ગુજરાતી      :   CLICK HERE   
ગણિત          :  CLICK HERE
આસપાસ     :  ઉપર ની લિંક મા બન્ને સત્ર છે.
હિન્દી            : CLICK HERE
અંગ્રેજી         : CLICK HERE
(Thanks to Education in Gujarati)

ધોરણ : ૫ ની પ્રેક્ટીસ બુક ડાઉન લોડ કરો : 
પ્રથમ સત્ર (બધા વિષય )  :  CLICK HERE
પ્રથમ સત્ર  ( ગણિત )        :  CLICK HERE 
દ્રિતિય સત્ર (બધા વિષય ) :  CLICK HERE
દ્રિતિય સત્ર  ( ગણિત )       :  CLICK HERE

સામાન્ય જ્ઞાનના વિડીયો જોવા માટે  : CLICK HERE


Saturday, April 15, 2023

શોધું છું

શોધું છું

તૂટે ગયેલા મારા વિશ્વાસને શોધું છું

સરકી ગયેલા મારા સમયને શોધું છું.

 

રાતના પરોઢ ના સુરજને શોધું છું,

દિનમાં રાતના શીતળ ચંદ્રમા ને શોધું છું.

 

ખરી પડેલા પુષ્પમાં સુગંધને શોધું છું,

શૂળને સુવાળો સ્પર્શને શોધું છું.

 

ભૂલો પડ્યો એમાં હરેક રાહ શોધું છું,

સાચા પડે મારા એવા સપનાને શોધું છું.

 

રાહી થી સાહી નું ફરી મિલન શોધું છું,

મળે જો હેતની મહેર,તો રાહી નો પ્રેમ શોધું છું 



Tuesday, April 04, 2023

શું કામનું?

શું કામનું?

હા, જાણું છું તું પ્રેમ કરે છે અનહદ છતાં,

અરે! પ્રેમને દર્શાવિશ નહીં તો શું કામનું?

 

હા, જાણું છું તું લાગણીનો ઉદધિ છતાં,

એ મોજું મારા સુધી ના આવે,શું કામનું?

 

હા, કાળું વાદળ તું દેખાય નભમાં છતાં,

તારો પ્રેમ જરા ભીંજવે નહીં, શું કામનું?

 

અરે! ક્યારે શબ્દોથી જણાવશે પ્રેમમાં,

સદા પ્રેમમાં મૌન રહીશ જો, શું કામનું?

 

સમજે તું પ્રેમની અનહદ લાગણી છતાં,

દિલને મહેસુસ ના થાય જો, શું કામનું?

 

કદી તું તો આવ ચાંદની થઈ અવનીમાં,

પ્રેમનો પ્રકાશ ના ફેલાવીશ, શું કામનું?

 

ભલે ઝળહળે તારલીયા બહુ અંબરમાં,

નયનોથી પ્રેમ ના ઝળહળશે, શું કામનું?

 

SR1632


Share