Showing posts with label poem. Show all posts
Showing posts with label poem. Show all posts

Wednesday, March 27, 2024

સફર નો રાહી….સાહી

 


દરિયા જેટલું રાહી ની નયનોમાં ઊંડાણ છે,

ભરતી અને ઓટનું જ એમાં મોકાણ છે.

 

વમળ પીડના લાવે છે રાહી અશ્રુ તારા,

સ્મિત તારા હોઠોનું મારા પ્રાણ છે.

 

લહેરની જેમ હોય છે,પવન સાથે,

રાહી-સાહી બન્ને ની તેવી ઓળખાણ છે.

 

સર્વે તોફાનોમાં સાથે રહીશું સદાય માટે,

આ વિશ્વાસ, આપણાં સાચા પ્રેમનું પ્રમાણ છે.

 

કિનારો તું જ સાહી ની સફરનો,

અને રાહી તને પણ આ વાત ની જાણ છે.  

                                                                               




Wednesday, February 14, 2024

#Musafir #Sahiiii #Rahiiii #LoveOne

 

ક્યાંથી લાવું એ શબ્દો જે તારા વખાણ ને કાબીલ હોય,,
ક્યાંથી લાવું એ કિસ્મત જેમાં તું ફક્ત   હાંસિલ હોય

#Sahiiii #Rahiiii #LoveOne

 

કુદરત ના ના સ્મરણ કરતાં પણ વધારે સ્મરણ છે તારું,
બીજું કઈ મળે ના મળે પણ તને મેળવવાનું સ્વપ્ન રહ્યું છે મારું.

#Sahiiii #Rahiiii #LoveOne

 

કાગળ, કલમ અને વિચાર ત્રણેય મારા છે,
પણ જે ખ્યાલ લખાય છે તે ફકત તારા જ છે.

#Sahiiii #Rahiiii #LoveOne

 

કોઈ રીતે સાબિત ના કરી શક્યો કે કે તારા પર બહુ પ્રેમ આવે છે
લાગણી તું સમજી  ના શકી અને ઓવર એક્ટિંગ મને આવડી નહીં .

#Sahiiii #Rahiiii #LoveOne

 

મારે એ કાળા દોરા પર  તારા પગ  પર બંધાઈ જવું છે

એટલે તારા હર કદમ પર સાથે ચાલવા તો મળશે મને !!!

#Sahiiii #Rahiiii #LoveOne


કાંટો  છું પણ ફૂલ નો શણગાર કરું છું,

જિંદગી છે પણ દુખ નો સ્વીકાર કરું છું,

અરે! જીવનમાં હું એક જ પ્રેમ વારંવાર કરું છું,

સાહી છું ને રાહી ને જ પ્રેમ કરું છું.

#Sahiiii #Rahiiii #LoveOne





Thursday, May 25, 2023

અધૂરો પ્રેમ

 અધૂરો પ્રેમ

 

ક્યારેક યાદ કરીશ હું તને

કોઈ કારણ વગર જ

ક્યારેક તારી જરૂરિયાત અનુભવીશ હું

કોઈ કારણ વગર જ

ક્યારેક તારી જોડે રહેવાની ઈચ્છા ઉદભવશે

કોઈ કારણ વગર જ 

ક્યારેક એકાંતમાં બેઠા બેઠા તો

ક્યારેક લાખોની ભીડમાથી  

સરકીને યાદોમાં આવીશ હું તારી પાસે

મારા શરીરને સ્થૂળ છોડીને તારી આભાસી દુનિયામાં !! 

કદાચ તું અજાણ હોઈશ આ વાતથી

બહુ દૂર હોઈશ હું તારી વાસ્તવિકતા થી

રાહી તું વણાયેલી છે શ્વાસની જેમ મારી સાથે !

વિશ્વાસ ના હોય તો જઈ આવજે

મારા શહેરના નદીની એ પાળે

જ્યાં એક અધૂરી પ્રેમ કહાની આજે પણ

રાહ જુવે છે પૂરી થવાની


સાહીનું કિસ્મત છે અધૂરું અધૂરું જ રહેવાનુ !!!

 




 

Tuesday, May 16, 2023

દિલ ની વેદના

દિલ ની વેદના


દિલ ની  વેદનાઓ અચાનક કોઈ ખોતરી ગયું.

જે થોડી ઘણી વેદનાઓ રુઝાઇ કોઈ ખોતરી ગયું

 

જીંદગીની વિતેલી યાદોના કોરડા વિઝતું ગયું

જિંદગી આખી લાલ ઘુમ ચકમાઓ કરી ગયું

 

પ્રણય ના ગુલશને વાવેલ ગુલાબ ઉખેડી ગયું

ખુદ ગુલશનનો મળી પીઠમાં કાંટા ભોંકી ગયું

 

જે બન્યું હતું મુજ પ્રાણથી પ્યારું તે દૂર થતું ગયું

પ્રાણથી પ્યારું જે જિંદગી ભર દુખ અર્પતું ગયું

 

જિંદગી મુજ આમ સઘડી વેદનાઓ ને સહેતુ ગયું



Saturday, April 29, 2023

લાગણી એ પાનખર સાહી ને !

 

લાગણી એ પાનખર  સાહી ને !

 

લાગણી નું નામ આવ્યું ને શ્વાસ સુનો થઈ ગયો

શબ્દ જેવો શબ્દ અચરજ ભર્યો મૂંગો થઈ ગયો

 

લાગણીને શાને આવો લૂણો લાગતો થઈ ગયો

જુઓને સાહી ને મળતો પ્રેમ અંદરથી નિષ્ઠુર થઈ ગયો

 

જાણે લાગણીનો સમુદ્ર સાવ જ સૂકો થઈ ગયો

મઘમઘતો બાગ કેવો અચાનક સૂકો થઈ ગયો

 

લાગણી ના નજરઅંદાજ સામે પ્રેમ વિખેરતો થઈ ગયો

એ એકબીજાથી આમ કાયમ વિખૂટા કરતો થઈ ગયો

 

લાગણીઓ તો હવે દૂધ નો ઊભરો જ થઈ ગયો

લાગણીએ પાનખર ને સાહી ભૂલો પડી ગયો  !!!

 

 






 

 


Saturday, April 15, 2023

શોધું છું

શોધું છું

તૂટે ગયેલા મારા વિશ્વાસને શોધું છું

સરકી ગયેલા મારા સમયને શોધું છું.

 

રાતના પરોઢ ના સુરજને શોધું છું,

દિનમાં રાતના શીતળ ચંદ્રમા ને શોધું છું.

 

ખરી પડેલા પુષ્પમાં સુગંધને શોધું છું,

શૂળને સુવાળો સ્પર્શને શોધું છું.

 

ભૂલો પડ્યો એમાં હરેક રાહ શોધું છું,

સાચા પડે મારા એવા સપનાને શોધું છું.

 

રાહી થી સાહી નું ફરી મિલન શોધું છું,

મળે જો હેતની મહેર,તો રાહી નો પ્રેમ શોધું છું 



Tuesday, April 04, 2023

શું કામનું?

શું કામનું?

હા, જાણું છું તું પ્રેમ કરે છે અનહદ છતાં,

અરે! પ્રેમને દર્શાવિશ નહીં તો શું કામનું?

 

હા, જાણું છું તું લાગણીનો ઉદધિ છતાં,

એ મોજું મારા સુધી ના આવે,શું કામનું?

 

હા, કાળું વાદળ તું દેખાય નભમાં છતાં,

તારો પ્રેમ જરા ભીંજવે નહીં, શું કામનું?

 

અરે! ક્યારે શબ્દોથી જણાવશે પ્રેમમાં,

સદા પ્રેમમાં મૌન રહીશ જો, શું કામનું?

 

સમજે તું પ્રેમની અનહદ લાગણી છતાં,

દિલને મહેસુસ ના થાય જો, શું કામનું?

 

કદી તું તો આવ ચાંદની થઈ અવનીમાં,

પ્રેમનો પ્રકાશ ના ફેલાવીશ, શું કામનું?

 

ભલે ઝળહળે તારલીયા બહુ અંબરમાં,

નયનોથી પ્રેમ ના ઝળહળશે, શું કામનું?

 

SR1632


Wednesday, December 15, 2021

પહેલી મુલાકાત ની પહેલી કવિતા

પહેલી મુલાકાત ની પહેલી કવિતા

 

પહેલી મુલાકાત ની પહેલી કવિતા

પહેલી મુલાકાત નો એ રહ્યો ગુલાબી દિવસ

 

બે ધડકતા દિલનો થનગનાટ થી રહ્યો નવાબી દિવસ

એ નઝરો ઝુકાવી કરેલો પ્રેમ નો એકરાર

 

કાયમ માટે બંને થયા પ્રેમ ના મુકરર

પહેલા પ્રેમ ના પ્યાર ભર્યા શબ્દોની એ મીઠાશ

 

દૂર થવાથી બંને ને થયેલી એ દર્દભરી હતાશા

બે દિલો નો નઝરો ઝુકાવી થયેલો મેળાપ

 

એ મધ થી પણ મીઠી નજારોમાં ઉતરવાનો અહેસાસ

સાહી રાખશે એ નઝરો દ્વારા મને સ્વીકાર્ય નું અહેસાન 


 

Tuesday, October 19, 2021

તડપ બંને દિલે એકસરખી જ હોવી જોઈએ.

 

હોવી જોઈએ

ચાહતમાં એક બીજાની ફીકર હોવી જોઈએ.

બંનેને આ વાતની બસ ખબર હોવી જોઈએ.

 

સોનામાં જેમ હર હંમેશ ચમક હોવી જોઈએ,

હર હંમેશ પ્રણયમાં પણ મહેક હોવી જોઈએ.

 

વાતોએ વડા કરવાની ચાહત હોવી જોઈએ.

વાતોમાં સદા પ્રણયની રંગત હોવી જોઈએ.

 

ને એકલા રહેવાની ના આદત હોવી જોઈએ.

હમ-રાહી મળતાં જીદગી વસંત હોવી જોઈએ.

 

પ્રેમીની ફીકર કરવાની આદત હોવી જોઈએ.

લાગણી દર્શાવવાની આવડત હોવી જોઈએ.

 

ચાતક-સાહી મેઘ પ્રતિક્ષા થતી હોવી જોઈએ.

તડપ બંને દિલે એકસરખી જ હોવી જોઈએ.

07/04/2024



 

Share