Saturday, October 31, 2015

કમ્પ્યુટરમાં Word, Excel અને PPT ફાઈલને PDF કેમ બનાવશો ?

  • ઘણીવાર આપણે WORD, EXCEL અને PPT ફાઈલ PDF માં બદલાવાની જરૂર પડે છે. તમારા ડોક્યુમેન્ટને PDF બનાવતા તે સરળતાથી EDIT થઈ શકતી નથી.
  • પણ તેના માટે કોઈ અલગ સોફ્ટવેરની જરૂર નથી. તમે સીધા MS OFFICE માંથી જ PDF બનાવી શકો. હા તમારા MS OFFICE માંથી જ!!! પણ આ માત્ર MS OFFICE 2007 અને પછીના વર્ઝન માટે જ ઉપયોગી છે. એટલે કે MS OFFICE 2003 હોય તેને ઉપયોગી નથી.
  • તેના માટે તમારે MS OFFICE નું 900 kbનું એક Add in ડાઉનલોડ કરવુ પડશે. Add in એટલે એક નાની Setup File જે PDF તરીકે ફાઈલને Save કરવા દેશે.
  •  હવે તે ડાઉનલોડ થયા પછી તેના પર ડબલ ક્લિક કરી તમારા કમ્પ્યુટરમાં તેને Install કરો. થોડીવારના અંતે Install થઈ જશે.
  •  હવે કોઇપણ WORD, EXCEL કે PPT ની ફાઈલ ખોલો અથવા બનાવો. પછી તેમાં ઉપર File માં Save as માં જતા PDF આવશે.(જુઓ નીચેનો ફોટો). તેમાં ક્લિક કરતા ફાઈલ PDF બની જશે. આમ કોઇપણ ફાઈલ PDF બનાવી શકશો.
  • નોંધ :- ફાઈલને PDF બનાવતા પહેલા Print Preview માં જઈને Page ને સરખુ સેટ કરવું.

No comments:

Post a Comment

Share