શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક રૂપિયાની નોટ તમારી પાસે જો હોય તો તમને કરોડપતિ બનાવાની પૂરેપૂરી તક છે. આપણી પાસે એક રૂપિયાની અને અન્ય અનેક ચલણી નોટો આવતી હોય છે. કેટલીક નોટોના સિરિયલ નંબર એટલા દૂર્લભ હોય છે કે જો તે તમને ખબર હોય અને તે નંબરની નોટ તમારી પાસે હોય તો તમે ન્યાલ થઈ જાવ. દુનિયામાં એવા પણ લોકો છે જેમને આ પ્રકારની ખાસ નંબરવાળી નોટો ભેગી કરવાનો શોખ હોય છે. આ શોખ માટે તેઓ ગમે તેટલા નાણા ચૂકવવા તૈયાર હોય છે. આવું જ કઈંક ઉદાહણ ઈકોમર્સ વેબસાઈટ ઈબે ઉપર જોવા મળ્યું છે. આ વેબસાઈટ પર 1 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની નોટોની કરોડોમાં લિલામી થઈ રહી છે.
1 રૂપિયાની નોટ 2 લાખમાં
ઈબે પર મોન્ટેક સિંહ આહલૂવાલિયાની સહીવાળી એક રૂપિયાની નોટ બે લાખમાં વેચાઈ રહી છે.
100 રૂપિયાની નોટ અઢી લાખમાં
વેબસાઈટ પર 100 રૂપિયાની નોટ 2,50,000 રૂપિયામાં વેચાઈ રહી છે. કારણ કે તેમાં સીરીયલ નંબરમાં છેલ્લા 786 અને છવાર 0 આવે છે.
1000ની નોટ એક કરોડ રૂપિયામાં
1000ની ચલણી નોટનું મૂલ્ય લગભગ એક કરોડ રૂપિયા છે. આ નોટ વેચનારાનો દાવો છે કે આ સીરિઝના કેટલાક નોટો પર પ્રિન્ટ સમયે શાહી પડી હતી જેના કારણે તેના સિરિયલ નંબર એકદમ દુર્લભ છે.
10રૂપિયાની નોટ 1 લાખ રૂપિયામાં
786 સિરિયલ નંબર ધરાવતી 10 રૂપિયાની ચલણી નોટ ઈબે વેબસાઈટ પર 1 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.
આ બધામાં કેટલીક નોટો એવી અલગ પણ છે જે મિસપ્રિન્ટવાળી છે એટલે કે તેમાં સિરિયલ નંબર નથી અને તે નોટોની કિંમત લાખોમાં છે. અહીં અલગ અલગ પ્રકારની નોટોનું લિસ્ટ છે જેમાં મિસપ્રિન્ટ, એરર, ફેન્સી નંબર્સ, 786, 500 અને અનેક દુર્લભ નોટો સામેલ છે.
ઈબે વેબસાઈટ પર મોટાભાગે નોટોની લિલામી લગાવવામાં આવે છે. જે વધુ બોલી લગાવે તેને તે નોટ આપી દેવામાં આવે છે. આ ઉપરાંત વધુ દિલચસ્પ વાત એ છે કે કેટલીક નોટો એવી પણ છે જેમાં બે અલગ અલગ સિરિયલ નંબર અને તેને 5000થી 10000 સુધીમાં વેચવામાં આવે છે. |
|
No comments:
Post a Comment