Saturday, November 21, 2015

SATMA PAGAR-PANCH ANGE NI DETAILED & CLEAN INFO BY- GANPAT DABHANI.

સાતમાં પગારપંચને લઇને બધા ઉત્સાહિત હતા,અને સ્વભાવિક છે કે કામ કરતા કર્મચારીને પગારની અપેક્ષા હોય.
* છેલ્લા છ મહિનાથી બધા બ્લોગરો સાતમાં પગારપંચ ના પગારની ગણતરી માટે કેલક્યુલેટર મુકતા હતા તે બધા ખોટા પડ્યા.
* છેલ્લા પચાસ વર્ષથી જે પગારની ગ્રેડ પે વાળી ફોર્મુલા નાબુદ કરી મેટ્રીક્સ પધ્ધતિ અમલમાં આવી.
* પહેલા ઘરભાડુ જે 30%,20%અને 10% મળતુ હતુ તે 24,16 અને 8% કરવામાં આવ્યુ.મોઘવારી 50 ટકા પર જશે તો ક્રમશ 1% ઘરભાડુ વઘશે.100% મોઘવારી થશે ત્યારે ક્રમશ 2% વધશે.
* મોઘવારી શરૂઆતમાં 0% પછી જે તે સમયે મળવાપાત્ર મોઘવારી મળશે.
* બધા કર્મચારીઓ માટે *2.57 ફિટમેટ ફેક્ટર લાગુ કરવામાં આવશે,મતલબ પ્રાથમિક શિક્ષકો માટે 9910*2.57=25200 થાય તેની પર 8% મોઘવારી ગણવી.મેડીકલ પોલીસી માટે પંચે વીમા યોજનાની ભલામણ કરી છે.મુળપગારના 2.57% ગણવા.
* દર વર્ષે જુલાઇ મહિનામાં 3% નો પગારવધારો મળશે.
* નવી વર્ધિત પેન્શન યોજના માટે આયોગને ઘણી ફરીયાદો મળી છે ,આના નિવારણ માટે પંચે સરકારને ચોક્કસ પગલા ભરવા ભલામણ કરી છે.
* પેન્શનમાં 24% નો વધારો થશે.
ઉપરોક્ત દરેક બાબતો ફક્ત પંચની ભલામણો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે છે.કેન્દ્ર કેબિનેટ મંડળ કેટલી માન્ય રાખે છે તે સમય આવ્યે ખબર પડશે,આપણે બધા રાજ્ય સરકારના કર્મચારીઓ છીએ માટે આપણે ફક્ત ફુલગુલાબી સ્વપ્ન જોયા રાખવાના.વાસ્તવિકતા એ છે કે તમારા પગારમાં 4000 થી 6000 નો વધારો થશે,તે પણ જો રાજ્ય સરકાર આપે તો...
નોધ-આમાં કોઇ ભુલ હોય તો ભુલચુક લેવીદેવી,કારણ કે ક્યાયથી કોપી કરેલ નથી.
ગણપત ડાભાણી
Guruji ki fb pathshala

No comments:

Post a Comment

Share