હોવી જોઈએ
ચાહતમાં એક બીજાની ફીકર હોવી જોઈએ.
બંનેને આ વાતની બસ ખબર હોવી જોઈએ.
સોનામાં જેમ હર હંમેશ ચમક હોવી જોઈએ,
હર હંમેશ પ્રણયમાં પણ મહેક હોવી જોઈએ.
વાતોએ વડા કરવાની ચાહત હોવી જોઈએ.
વાતોમાં સદા પ્રણયની રંગત હોવી જોઈએ.
ને એકલા રહેવાની ના આદત હોવી જોઈએ.
હમ-રાહી
મળતાં જીદગી વસંત હોવી જોઈએ.
પ્રેમીની ફીકર કરવાની આદત હોવી જોઈએ.
લાગણી દર્શાવવાની આવડત હોવી જોઈએ.
ચાતક-સાહી મેઘ પ્રતિક્ષા થતી હોવી જોઈએ.
તડપ બંને દિલે એકસરખી જ હોવી જોઈએ.
07/04/2024

No comments:
Post a Comment