શોધું છું
તૂટે ગયેલા મારા
વિશ્વાસને શોધું છું
સરકી ગયેલા મારા સમયને
શોધું છું.
રાતના પરોઢ ના સુરજને શોધું છું,
દિનમાં રાતના શીતળ ચંદ્રમા ને શોધું છું.
ખરી પડેલા પુષ્પમાં સુગંધને શોધું છું,
શૂળને સુવાળો સ્પર્શને શોધું છું.
ભૂલો પડ્યો એમાં હરેક રાહ શોધું છું,
સાચા પડે મારા એવા સપનાને શોધું છું.
રાહી થી સાહી નું ફરી
મિલન શોધું છું,
મળે જો હેતની મહેર,તો રાહી નો પ્રેમ
શોધું છું
No comments:
Post a Comment