શું કામનું?
હા, જાણું છું તું પ્રેમ કરે છે અનહદ છતાં,
અરે! પ્રેમને દર્શાવિશ નહીં તો શું કામનું?
હા, જાણું છું તું લાગણીનો ઉદધિ છતાં,
એ મોજું મારા સુધી ના આવે,શું કામનું?
હા, કાળું વાદળ તું દેખાય નભમાં છતાં,
તારો પ્રેમ જરા ભીંજવે નહીં, શું કામનું?
અરે! ક્યારે શબ્દોથી જણાવશે પ્રેમમાં,
સદા પ્રેમમાં મૌન રહીશ જો, શું કામનું?
સમજે તું પ્રેમની અનહદ લાગણી છતાં,
દિલને મહેસુસ ના થાય જો, શું કામનું?
કદી તું તો આવ ચાંદની થઈ અવનીમાં,
પ્રેમનો પ્રકાશ ના ફેલાવીશ, શું કામનું?
ભલે ઝળહળે તારલીયા બહુ અંબરમાં,
નયનોથી પ્રેમ ના ઝળહળશે, શું કામનું?
No comments:
Post a Comment