Tuesday, May 16, 2023

દિલ ની વેદના

દિલ ની વેદના


દિલ ની  વેદનાઓ અચાનક કોઈ ખોતરી ગયું.

જે થોડી ઘણી વેદનાઓ રુઝાઇ કોઈ ખોતરી ગયું

 

જીંદગીની વિતેલી યાદોના કોરડા વિઝતું ગયું

જિંદગી આખી લાલ ઘુમ ચકમાઓ કરી ગયું

 

પ્રણય ના ગુલશને વાવેલ ગુલાબ ઉખેડી ગયું

ખુદ ગુલશનનો મળી પીઠમાં કાંટા ભોંકી ગયું

 

જે બન્યું હતું મુજ પ્રાણથી પ્યારું તે દૂર થતું ગયું

પ્રાણથી પ્યારું જે જિંદગી ભર દુખ અર્પતું ગયું

 

જિંદગી મુજ આમ સઘડી વેદનાઓ ને સહેતુ ગયું



No comments:

Post a Comment

Share