Thursday, May 25, 2023

અધૂરો પ્રેમ

 અધૂરો પ્રેમ

 

ક્યારેક યાદ કરીશ હું તને

કોઈ કારણ વગર જ

ક્યારેક તારી જરૂરિયાત અનુભવીશ હું

કોઈ કારણ વગર જ

ક્યારેક તારી જોડે રહેવાની ઈચ્છા ઉદભવશે

કોઈ કારણ વગર જ 

ક્યારેક એકાંતમાં બેઠા બેઠા તો

ક્યારેક લાખોની ભીડમાથી  

સરકીને યાદોમાં આવીશ હું તારી પાસે

મારા શરીરને સ્થૂળ છોડીને તારી આભાસી દુનિયામાં !! 

કદાચ તું અજાણ હોઈશ આ વાતથી

બહુ દૂર હોઈશ હું તારી વાસ્તવિકતા થી

રાહી તું વણાયેલી છે શ્વાસની જેમ મારી સાથે !

વિશ્વાસ ના હોય તો જઈ આવજે

મારા શહેરના નદીની એ પાળે

જ્યાં એક અધૂરી પ્રેમ કહાની આજે પણ

રાહ જુવે છે પૂરી થવાની


સાહીનું કિસ્મત છે અધૂરું અધૂરું જ રહેવાનુ !!!

 




 

No comments:

Post a Comment

Share